ગ્રામ પંચાયતનો ચૂંટણીમાં ગ્રામીણોનો મિશ્ર પ્રતિસાદ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજે ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે. તેમાં કેટલીક જગ્યાઓએ ગામ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. તો કેટલાક સ્થાને મતદાન મથક પર સાવ નજીવી હાજરી જોવા મળી રહી છે. તો ક્યાય ટોળે ટોળા મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે ત્યાં બાકીના ગામોમાં પંચાયત અન તેના સભ્યો માટે મતદાન થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 7 પંચાયતો સરમરસ જાહેર થતા 19 પંચાયતો માંથી 12 પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે.

election

મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં 44 ગ્રામપંચાયત માટે ઘણું ધીમું મતદાન થઈ રહ્યું છે. તો ગુજરાતના છેવાડે આવેલા તાપીમાં 1 પંચાયત સમરસ જાહેર થઈ છે આથી કુલ 14 પંચાયતોમાં આજે 13 પંચાયતો માટે ગ્રામીણો મતદાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાની વાત કરીએ તો જેતપુરના વાવડી, પીપળિયા, ગાલોળ ગામમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આવ્યા હતા. તો ભાવનગરમાં ૧૨૯ ગ્રામપંચાયતો માટે મતદાન ચાલી રહ્યું છે કુલ 129 ગ્રામપંચાયતોમાંથી 43 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા હાલમાં 86 ગ્રામ પંચાયતોમાં સરપંચની પસંદગી માટે ગ્રામીણો મતદાન કરી રહ્યા.

English summary
Gujarat Panchayat elections : Voting for panchayat election today. Read here more news on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.