ઉજ્જવળ ભવિષ્ય માટે નિઃસંતાન દંપતિને સોંપ્યો પોતાના કાળજાનો કટકો

બે વર્ષના ભાઇલુનું રેખા નામની મહિલાએ 2010 પહેલા બોડેલીના કસબામા તેના ઘરેથી બહાર અપહરણ કર્યું હતું. સુરત પોલીસે તાજેતરમાં જ રેખાની ધરપકડ કરી અને ભાઇલુને શોધ્યો હતો.
પોલીસે જણાવ્યા પ્રમાણે, રેખાએ જણાવ્યું કે મુંબઇની ભોંસલે ફેમેલીને તેમની પાસેથી દત્તક લીધો હતો. ભોંસલે દંપતિને 08 ફેબ્રુઆરીએ રાઠવા ફેમેલીની મુલાકાત કરી. આ દરમિયાન ભાઇલુ પણ સાથે હતો. ભાઇલુએ તેના માતા-પિતાની મુલાકાત એક ભાવુક પળ જરૂર હતી પરંતુ રાઠવા ફેમેલીએ તેને મુંબઇના એ નિઃસંતાન દંપતિને સોંપી દિધો જે અપહરણ કરાયા બાદ તેનું પાલન કરી રહ્યાં હતા.
ભાઇલુના પિતા રમેશ રાઠવાને કહ્યું કે અમે ભોંસલે પરિવારને ભાઇલુનું પાલન કરવાની પરવાનગી આપી દીધી છે. મુંબઇમાં તેનું ભવિષ્ય ઉજ્જવળ થશે, જ્યાં તે અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ભણાવી રહ્યાં છએ. તેની સારી દેખભાળ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે ભાઇલુના પિતા રમેશ રાઠવા અને તેમની પત્ની અરમી મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે. તેમના પરિવારમાં ભાઇલુ ઉપરાંત બે પુત્રી અને એક પુત્ર પણ છે.












Click it and Unblock the Notifications
