ગુજરાતની ફાર્મસી કોલેજો વિદ્યાર્થીઓ નહીં મળતા મુશ્કેલીમાં

Pharmacy students in lab
અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ગુજરાતમાં આવેલી અનેક ડિગ્રી ફાર્મસી કોલેજો વિદ્યાર્થીઓની સંખ્યાને લઇને મુશ્કેલીમાં મુકાઇ છે. એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ જણાવ્યું છે કે રાજ્યની અનેક ફાર્મસી કોલેજો મોટી મુશ્કેલીમાં છે. 83 કોલેજોમાંથી 42 કોલેજો એવી છે જેમાં વર્તમાન શૈક્ષણિક સત્રમાં શૂન્યથી નવ વચ્ચેની સંખ્યામાં વિદ્યાર્થીઓ મળ્યા છે. આ કોલેજો 60 વિદ્યાર્થીઓની મંજૂરી ધરાવે છે.

આ અંગેની વધારે વિગતો આપતા એસીપીસીએ જણાવ્યું કે 83માંથી 16 કોલેજો એવી છે જેમને માત્ર એક જ વિદ્યાર્થી મળ્યો છે. જ્યારે ચાર કોલેજો એવી છે જેમાં માત્ર બે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે. બે કોલેજો એવી છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ત્રણ છે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યની ફાર્મસી કોલેજોમાં હજી પણ 2800 બેઠકો ખાલી છે. રાજ્યમાં ફાર્મસીની કુલ 5000 બેઠકો છે.

શિક્ષણવિદોનું માનવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ફાર્મસી ક્ષેત્રમાં નોકરીની તકો ઘટી હોવાના કારણે વિદ્યાર્થીઓનો ફાર્મસીમાં રસ ઘટ્યો છે. એસીપીસીએ જણાવ્યું કે ગયા વર્ષે પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળતા 8 કોલેજોએ ફાર્મસી કોલેજ બંધ કરવા માટે અરજી કરી હતી. આ વર્ષે અંદાજે એક ડઝનથી વધારે કોલેજો ફાર્મસી કોલેજ બંધ કરવા માટે અરજી કરી શકે એમ છે.

બીજી તરફ એન્જિનિયરિંગ શાખામાં 110 એન્જિનિયરિંગ કોલેજોમાંથી 10 ટકા કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકા કરતા પણ ઓછી છે. એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 7400 બેઠકો ભરાયા વગરની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X