For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dwarka: દ્વારકા પહોંચ્યા મોદી, કર્યા જગતના તાતનાં દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જામનગર પહોંચી તેમના ગુજરાતના બે દિવસના પ્રવાસની શરૂઆત કરી. આજે પીએમ મોદી દ્વારકા અને ચોટીલાની મુલાકાત લેશે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. જે અંતર્ગત તે દિલ્હીથી જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમેત ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દ્વારકા જઇને દ્વારકાધીશના દર્શન કરશે. જે માટે તે જામનગરથી હેલિકોપ્ટર દ્વારા દ્વારકા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. તેમણે પણ પીએમ મોદી સાથે જગતના તાત દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

modi in dwarka

નોંધનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખા બેટ પાસે બનાવેલા બ્રીજનું ખાતમૂર્હત કરશે. અને તેે પછી તે એક જનસભાને પણ સંબોધશે. ત્યારે વડાપ્રધાનની હાજરને ધ્યાનમાં રાખીને ચાંપતો સુરક્ષા બંદોવસ્ત દ્વારકામાં કરવામાં આવ્યો છે. વધુમાં લોકોને અહીં લાવવા માટે ખાસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

modi in dwarka

વધુમાં પછી તે ચોટીલામાં પણ માતાજીના દર્શન કરશે. અને તે પછી રાજકોટ ઇન્ટરનેશનલ એરોપોર્ટનો શિલાન્યાસ કરી જનસભાને સંબોધશે. તે પછી સાંજે આઇઆઇટી ગાંધીનગર ખાતે એક ઇમારતનું લોકપર્ણ કરી. ગાંધીનગર ખાતે જ રોકાણ કરશે. વધુમાં આજે પીએમ મોદી ચૂંટણી પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ જોડે ચર્ચા પણ કરશે તેવી વાત સુત્રો જોડેથી જાણવા મળી છે. તે પછી રવિવારે પીએમ મોદી તેમના જન્મસ્થળ વડનગરની મુલાકાત લેશે. નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર નરેન્દ્ર મોદી તેમના જન્મસ્થળ વડનગરની મુલાકાત લઇ રહ્યા છે.

English summary
Gujarat: PM Narendra Modi started his 2 days visit from Jamnagar. Read here all the update on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X