ગુજરાતના પોલીસ વડા અમિતાભ પાઠકનું બેંગકોકમાં નિધન
ગાંધીનગર, 23 ઑગસ્ટ : ગુજરાત રાજ્યના પોલીસ વડા અમિતાભ પાઠકનું બેંગકોકમાં હૃદય હુમલાના કારણે નિધન થયાના સમચાર મળી રહ્યા છે. અમિતાભ પાઠકના નિધની ખરાઇ એડિશનલ ડીજીપી પ્રમોદ કુમારે કરી છે અને જણાવ્યું હતું કે અમિતાભ પાઠક તેમના પરિવાર સાથે બેંગકોક ફરવા માટે ગયા હતા.
અમિતાભ પાઠક 1977ની બેચના આઇપીએસ અધિકારી હતા, તેમને 28 ફેબ્રુઆરી 2013ના રોજ ગુજરાતના ડીજીપી તરીકે વરણી કરવામાં આવી હતી. હાલમાં તેઓ એસીબીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ગાંધીનગરના જ્યારે તેઓ રેન્જ આઇજી હતા ત્યારે તેમની તપાસ હેઠળ રૂચિ અપહરણ કેસનો પર્દાફાસ થયો હતો, અને રૂચિની ભાળ મેળવી લીધી હતી. વર્ષ 2015માં અમિતાભ પાઠક નિવૃત્ત થવાના હતા.












Click it and Unblock the Notifications
