Gujarat politics : ઈસુદાન ગઢવીનો ભાજપને મોરેમોરો, અમે 161 બેઠકો પર તૈયાર…આવી જાવ હિમ્મત હોય તો
Gujarat politics : ગુજરાતના રાજકારણમાં સતત ચેલેન્જ અને પ્રતિચેલેન્જોનો દોર ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાન અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તાજેતરમાં એક પડકારજનક નિવેદન આપતાં રાજકીય ગરમાવો વધુ તેજ કર્યો છે.
આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પછી હવે ઈસુદાન ગઢવી મેદાનમાં આગળ આવ્યા છે અને ભાજપ વિરુદ્ધ આક્રમક મોરચો ખોલ્યો છે.

ઈસુદાન ગઢવીએ બીજેપીને પડકાર ફેંકતા કહ્યું કે એક એક બેઠકની ચેલેન્જ આપવી કે સ્વીકારવી હવે પૂરતી નથી, હિંમત હોય તો ભાજપ પોતાના તમામ 161 ધારાસભ્યોના રાજીનામા અપાવે. આમ તેમણે સીધી રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પડકાર ફેંક્યો છે.
ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા અને સૈનિકો રાજ્યમાં પરિવર્તન લાવવા તત્પર છે. તેમણે સ્પષ્ટતા કરી કે ગોપાલ ઈટાલિયાના રાજીનામાની કોઈ ચર્ચા નથી.
સાથે જ તેમણે આ ગંભીર આક્ષેપ પણ કર્યો કે ભાજપના ધારાસભ્ય ખુલ્લી કબૂલાત કરે છે અને બે 2 કરોડ આપવાની વાતો કરે છે. આ ક્યાંથી આવ્યા તેની એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા તપાસ થવી જોઈએ.
આ નિવેદનોના પગલે રાજ્યના રાજકીય વાતાવરણમાં વધુ તીવ્રતાથી ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ લડાઈ વધુ તેજ બની શકે છે.












Click it and Unblock the Notifications
