Gujarat Rain Forecast : આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવુ રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના સારા વરસાદ વચ્ચે હવામાન વિભાગે આવનારા 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આવનારા 7 દિવસ રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. આ દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં છુટ્ટો છવાયો વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળી શકે છે.
આ દરમિયાન ઘણા જિલ્લાઓ માટે ઓરેંજ એલર્ટ જારી કરાયુ છે. આ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે.
જણાવી દઈએ કે, ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર અને બિકાનેરથી મોનસુન ટ્રફ પસાર થઈ રહ્યું છે. આની અસરથી ગુજરાતમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયુ છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાદની મેરેથોન ઈનિંગ સતત ચાલુ છે. ગુજરાતમાં આ વખતે શરૂઆતથી જ સારો વરસાદ જોવા મળ્યો છે અને મોટાભાગના ઝોનમાં વરસાદની ઘટ પુરી થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
