Gujarat Rain Forecast : આ અઠવાડીયુ ગુજરાત માટે કેવુ રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદનું જોર ઘડ્યુ છે. જો કે આગામી કેટલાક દિવસ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. રાજ્યમાં હવે ગરમીમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ દરમિયાન તાપમાન સામાન્ય રહેશે. અમદાવાદમાં 9 થી 15 સપ્ટેમ્બર દરમિયાન હળવો વરસાદ જોવા મળશે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વખતે ચોમાસુ લાંબુ ખેંચાઈ શકે છે. હવામાન વિભાગના પુર્વાનુમાન અનુસાર, ગુજરાતમાં પુરા સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદ જોવા મળી શકે છે.
અહીં તમને એ પણ જમાવી દઈએ કે, સામાન્ય રીતે ગુજરાતમાંથી ચોમાસું 17 સપ્ટેમ્બર બાદ પરત ફરે છે. જો કે આ વખતે વરસાદ ખેંચાતા ચોમાસુ લાંબુ ખેંચાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.












Click it and Unblock the Notifications
