Gujarat rain forecast : આ અઠવાડિયામાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat rain forecast : ગુજરાતમાં ચોમાસું હાલ રોકાયુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ છે. જો કે હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી આગાહી સારા સમાચાર લઈને આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી અઠવાડિયામાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

3 ઓગસ્ટ થી 4થી ઓગસ્ટ દરમિયાન રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ જોવા મળશે.
દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિતના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે. આ સિવાય કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પમ સારા વરસાદની આગાહી છે.
હવામાન વિભાહે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે.
4 થી 6 ઓગસ્ટ બે દિવસ દરમિયાન વરસાદની પેટર્ન લગભગ પહેલા દિવસ જેવી જ રહેશે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે. આ સમયગાળા માટે કોઈ ખાસ હવામાન ચેતવણી (એલર્ટ) જારી કરવામાં આવી નથી.
6 થી 8 ઓગસ્ટ દરમિયાન બે દિવસમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળશે. આ દિવસો માટે પણ કોઈ વિશેષ ચેતવણી નથી.
8 થી 10 ઓગસ્ટ દરમિયાન અઠવાડિયાના અંતમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે. આ દિવસો માટે પણ કોઈ મોટી હવામાન ચેતવણી જારી કરવામાં આવી નથી.
હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ 10 થી 12 ઓગસ્ટ સુધી પણ ચોમાસાની ગતિવિધિઓમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
