Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?
Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલા વરસાદી માહોલમાં હાલમાં વિરામ આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદ લાવતી કોઈ પણ સક્રિય હવામાની સિસ્ટમ ન હોવાથી આગામી દિવસોમાં વરસાદની કોઈ મોટી સંભાવના હવામાન વિભાગ દ્વારા નકારી કાઢવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ, આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદ અટકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવામાન સુકું રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેથી રાજ્યના ઘણા ભાગોમાં ઉકળાટ વધે તેવી શક્યતા છે.

હાલ વિરામ પછી હવામાન વિભાગે 23 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી છે. ખાસ કરીને 23 જુલાઈ પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ શાનદાર જોવા મળ્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે અને હાલની સ્થિતીએ રાજ્યમાં 48 ટકા આસપાસ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
