Gujarat Rain Forecast : બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ તૈયાર, જાણો ગુજરાતમાં કેટલા દિવસ વરસાદ રહેશે?

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

ઓગસ્ટ મહિનાના અંત સુધી અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે.

Gujarat Rain Forecast

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના પરિણામે રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ અને સુરતના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ નોંધાયો છે.

આ વરસાદને કારણે ખેડૂતોને રાહત મળી છે અને રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં પણ આ વરસાદી સિઝન ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X