Gujarat Rain Forecast : આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં આ વરસાદની આગાહી, રેડ એલર્ટ જારી

Gujarat Rain Forecast : હાલમાં જ ભારે વરસાદની તબાહી બાદ વધુ એક વખત વરસાદની ઈનિંગ શરૂ થવા જઈ રહી છે.

હવામાન વિભાગે આજ એટલે કે 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Forecast

હવામાન વિભાગ અનુસાર, આગામી હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. તેલંગાણા પાસે ડીપ ડિપ્રેશન તેમજ ઓફશોર ટ્રફ પણ સક્રિય થયું છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય થઈ છે.

વિગતે વાત કરીએ તો, 3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયુ છે. આ સિવાય આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ અપાયુ છે.

5 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે. તે સિવાય 6 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અપાઈ છે. 7 સપ્ટેમ્બરે વસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X