Gujarat Rain forecast : ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી, આ જિલ્લાઓમાં આગાહી

Gujarat Rain forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવે વરસાદની ગતિ થોડી ધીમી પડી છે. શુક્રવારે રાજ્યના માત્ર 70 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

બીજી તરફ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાક સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

Gujarat Rain forecast

મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રીય વિસ્તારો જેમ કે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ માટે આશાવાદી દ્રશ્યો જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી

  • 12 જુલાઈ: રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ
  • 13 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
  • 14 જુલાઈ: અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
  • 15 જુલાઈ: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
  • 16 જુલાઈ: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા
  • 17 જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી
  • 18 જુલાઈ: બનાસકાંઠા અને સાબરકાંઠા
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X