Gujarat Rain : ગુજરાતમાં 5 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain : છેલ્લા સપ્તાહના ભારે વરસાદ બાદ હવે ગુજરાત પરથી મેઘરાજાનો પ્રકોપ થોડો ઓછો થયો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી લેટેસ્ટ આગાહી અનુસાર, 5 ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Gujarat Rain

જો કે, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

IMD અનુસાર, ગઈકાલે વાયવ્ય મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું લો પ્રેશર ક્ષેત્ર હવે ઓછું સક્રિય થયું છે. તેમ છતાં તેની સાથે સંકળાયેલું ચક્રવાત પરિભ્રમણ હજુ પણ વાયવ્ય મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી સક્રિય છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે.

હવામાનની અન્ય પ્રણાલીઓ વિશે વાત કરીએ તો, સરેરાશ સમુદ્ર સપાટી પરની મોનસૂન ટ્રફ હવે બિકાનેર, સિકર, દતિયા, સિધી, રાંચી, દીઘા થઈને પસાર થાય છે અને પછી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ ભાગ સુધી વિસ્તરેલુ છે.

આ ઉપરાંત એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 1.5 કિલોમીટર ઉપર આવેલું છે.

વાયવ્ય મધ્યપ્રદેશથી લઈને ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ થઈને બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ ભાગ સુધી 0.9 કિલોમીટરની ઊંચાઈએ એક ટ્રફ રેખા પણ પસાર થઈ રહી છે. ગઈકાલની ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધીની ટ્રફ પણ હવે ઓછુ સક્રિય છે.

આ હવામાન સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાં ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X