Gujarat Weather: આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું જોર, ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર યથાવત્ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. સોમવારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસતાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ 31મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, એ.કે. દાસે માહિતી આપતાં જણાવ્યું કે, બીજી નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, પરંતુ 31 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આજે રાજ્યના આ 13 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, આજે સોમવારની સરખામણીમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે, છતાં નીચેના 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- કચ્છ
- બનાસકાંઠા
- પાટણ
- અમરેલી
- ભાવનગર
- દ્વારકા
- પોરબંદર
- જૂનાગઢ
- ગીર સોમનાથ
- ભરૂચ
- સુરત
- નવસારી
- વલસાડ
આગામી દિવસોની આગાહી
- 29મી ઓક્ટોબર: ફરી એકવાર અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
- 30મી ઓક્ટોબર: વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અને અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તાપમાન અને માછીમારો માટે ચેતવણી
- તાપમાન: હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
- માછીમારો: માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
