Gujarat rain forecast : ગુજરાતમાં ફરીથી ચોમાસુ જામશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat rain forecast : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે.
ખેતી પાકને જીવંત રાખવા માટે તાત્કાલિક વરસાદની જરૂર છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 16 ઓગસ્ટથી રાજ્યમાં ફરી એકવાર સારો વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ મેઘવર્ષાની શક્યતા વધી છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.
ખાસ કરીને 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં થનારો આ સાર્વત્રિક વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવશે અને સુકાઈ રહેલા પાકને નવજીવન આપશે. આ આગાહીથી ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે અને તેઓ ફરી એકવાર મેઘરાજાની કૃપાની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
