Gujarat rain forecast : ગુજરાતમાં 39 તાલુકામાં વરસાદ, કાલથી માહોલ જામશે

Gujarat rain forecast : જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં થયો છે, જ્યાં લગભગ પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat rain forecast

રાજ્યમાં સારા વરસાદને કારણે જળાશયોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ રાજ્યના કુલ ૩૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. બીજી તરફ ૭૦ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા જેટલું પાણી ભરાયું છે, જ્યારે ૩૬ ડેમમાં ૫૦ થી ૭૦ ટકા અને ૩૭ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા જળસંગ્રહ થયો છે.

જળાશયોની સુરક્ષા અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવાયા છે. હાલમાં ૫૨ ડેમ હાઈએલર્ટ પર, ૨૬ ડેમ એલર્ટ પર, અને ૨૩ ડેમ વોર્નિંગ લેવલ પર છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ૧૬ ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X