Gujarat Rain: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં તો રેડ એલર્ટ જાહેર

Gujarat IMD Weather Forecast: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Heavy Rain

રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં સરેરાશ 51.16% વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16% વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46% અને દક્ષિણ ગુજરાતમાં 55.22% વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39% અને સૌરાષ્ટ્રમાં 49.36% વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100% ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X