Gujarat Rain: રાજ્યમાં લાંબા વિરામ બાદ આજે અહીં વરસ્યો ધોધમાર વરસાદ

Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે, વરસાદના કારણે વલસાડમાં ઠેકઠેકાણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યમાં અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે

Gujarat Rain

લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ

વલસાડમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી છે. મુખ્ય બજાર, એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. અંડરપાસથી પસાર થતા વાહનચાલકો પરેશાન થયા છે.

વલસાડ અને વાપીની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ધરમપુર, કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું.

વરસાદને કારણે પાકમાં થશે ફાયદો

રાજકોટના ઉપલેટા તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને કારણે ચોમાસુ પાકમાં ફાયદો થશે. કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડાના પાકોમાં ફાયદો થશે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હત. સર્કિટ હાઉસ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. શહેર તેમજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ડાંગર જેવા પાકને ફાયદો થશે.

વિરામ બાદ વરસાદી માહોલ

નવસારી જિલ્લામાં થોડા સમયના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આગામી તારીખ 14-15 ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદ ગુજરાતભરમાં સાર્વત્રિક રીતે થશે. અત્યાર સુધી અરબસાગર નિષ્ક્રિય હતો અને વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હતી, હવે અરબસાગર પણ સક્રિય થયો છે. પરંતુ 15થી 21 ઓગસ્ટ દરમિયાન જે સિસ્ટમ આવશે તે બંગાળની ખાડીમાંથી જ આવવાની છે જે સાયક્લોનિક સરક્યુલેશનમા હશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને કવર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X