Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો, નવસારીના જલાલપોરમાં સૌથી વધુ
Gujarat Rain : ગુજરાતમાં ફરી એક વખત વરસાદની મેરેથોન ઈનિંગ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 25 જિલ્લાના 90 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 23 જૂલાઈ સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 54.67 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના 58.19 ટકા ભરાયો છે, આ રાજ્ય માટે સારા સમાચાર છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયો પણ કુલ સંગ્રહ ક્ષમતાના 60 ટકાથી વધુ ભરાઈ ગયા છે.
ગુજરાતના જળાશયોની સ્થિતી
- 28 જળાશયો 100 ટકા ભરાયા (ઓવરફ્લો)
- 62 જળાશયો 70 થી 100 ટકા ભરાયા
- 41 જળાશયો 50 થી 70 ટકા ભરાયા
- 37 જળાશયો 25 થી 50 ટકા ભરાયા
- 38 જળાશયો 25 ટકા કરતાં ઓછા ભરાયા
વરસાદને પગલે હાલ રાજ્યના 48 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 17 ડેમ એલર્ટ પર અને 25 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ચોમાસાની શરૂઆતથી હાલ સુધીમાં વહીવટી તંત્ર દ્વારા વરસાદ સંબંધિત ઘટનાઓમાં 4,278 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને 689 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 12 NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમો અને 20 SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમો તૈનાત કરવામાં આવી છે. વધુમાં 03 NDRF અને 13 SDRF ટીમો હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને 26 જુલાઈ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
