Gujarat Rain Update: આગામી 48 કલાક માટે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, 21 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Update: સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ચોમાસું સક્રિય થયું હતું, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ થયો હતો, જ્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ વ્યાપક હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે, અને આગામી 48 કલાક માટે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMDના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યા અનુસાર, 18મી જુલાઈના રોજ સવારે 8:30 વાગ્યા સુધી રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માટે રેડ એલર્ટ છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પાટણ, મહેસાણા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
18મી જુલાઈએ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર છે.
આ સાથે અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અને દીવ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવે છે.
ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
19મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ પર છે.
ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
20મી જુલાઈના રોજ ગુજરાત પ્રદેશના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
21મી જુલાઇના રોજ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
