Gujarat Rain Update: રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 31 ટકાથી વધુ, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ

Gujarat Rain Update: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 16 જુલાઈ 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 7 ઇંચ, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ તાલુકામાં 5-5 ઇંચ કરતા વધુ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચિખલી તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 31.93 ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં 39.10 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 જ્યારે ઉત્તર ગુજરાત ઝોનમાં 21.52 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

Gujarat Rain Update

આ ઉપરાંત લીલાયા, મહુવા, વિજયનગર, સાવરકુંડલા, ગોધરા, પલસાણા તાલુકામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જયારે સિનોર, અમરેલી, ગોંડલ, રાધનપુર, આણંદ, ભિલોડા, તારાપુર, નવસારી, હિમંતનગર, વિસાવદર, લખતર, જેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

મેઘરજ, મહેસાણા, બેચરાજી, મુન્દ્રા, કરજણ, અમદાવાદ શહેર, ઈડર, જલાલપોર, તળાજા, ખંભાત, સંતરામપુર, લીંબડી, વઢવાણ, ગળતેશ્વર, પેટલાદ અને વસો તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત સિદ્ધપુર, ભુજ, ગાંધીધામ, સાવલી, મહેમદાવાદ, સંજેલી, જાફરાબાદ, બાવળા, પ્રાંતિજ, કોડીનાર, વાઘોડિયા, નડીઆદ, ખાનપુર, કેશોદ, ધોળકા, સોજીત્રા, સાણંદ, સંખેડા, ખેરાલુ અને સમી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

જ્યારે જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, વંથલી, ડેડીયાપાડા, ડેસર, ધારી, માંગરોળ, કલ્યાણપુર, બગસરા, માલપુર, વીરપુર, જોટાણા, દેહગામ, સુબીર, લુણાવાડા, ફતેહપુર, ચુડા, ચાણસ્મા, ઝાલોદ, માતર, વિસનગર જેતપુર અને માંડલ એમ કુલ 21 તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X