ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ
ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાયું છે અને અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરઉનાળે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે.
અમરેલીના સાવરકુંડલા, ખાંભા અને દામનગર પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને લીલીયાના ગ્રામ્ય વિસ્તારો અને ઠાસા તેમજ ભટ્ટવદરમાં વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
નિષ્ણાતોના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ અણધાર્યો ફેરફાર આવ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
