આકાશમાંથી વરસ્યું કાચું સોનું રાજયના 21 ડેમ છલકાયા

(માનસી પટેલ) રાજયમાં રહી રહીને પડેલા અમૂલ્ય વરસાદને પગલે રાજ્યના 21 ડેમો છલકાઇ ઉઠ્યા છે. રાજ્યમાં 203 ડેમોમાં હાલમાં પાણીના સંગ્રહની ટકાવારી વધીને 65.38 ટકા થવા પામી છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં છેલ્લા ત્રણેક દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે.

આ વખતે દક્ષિણ-મધ્ય ગુજરાતની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. પરિણામે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં એકેય ડેમ સંપૂર્ણપણે ભરાયો નથી. ઉત્તર ગુજરાતના ડેમોમાં 28.97 ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. જેના લીધે 17 ડેમોમાંથી એક ડેમ છલોછલ ભરાયો છે. મધ્ય ગુજરાતમાં પાણીનો સંગ્રહ ૬૫.૩૬ ટકા થયો છે.

narmada dam

દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમો પૈકી ૩ ડેમો છલકાયાં છે. અહીં પાણીના સંગ્રહની ટકાવારી ૬૪.૧૭ થઇ છે. કચ્છમાં પણ ૩ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ડેમોમાં તળિયા દેખાતા હતાં. જોકે અહી પણ ભારે વરસાદને લીધે ૧૩ ડેમો છલકાઇ ચૂક્યા છે. ૧૩૮ ડેમોમાં પાણીનો સંગ્રહ ૨૮.૧૦ ટકા થયો છે. નર્મદા ડેમને બાદ કરતાં રાજ્યના ૨૦૩ ડેમોમાં પાણીના સંગ્રહની ટકાવારી 65.38 ટકાએ પહોંચી છે. આમ, ભારે વરસાદને પગલે રાજ્યના કુલ ૨૧ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે.

narmada dam

વળી, કડાણા ડેમની જળસપાટી 415 ફૂટ પર પહોંચી છે અને કડાણામાં 65 હજાર ક્યુસેક પાણીની આવક છે જેની સામે 65 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ હતા. ઉકાઈ ડેમના જળસ્તર ઉકાઈ ડેમની હાલની સપાટી 33.40 ફૂટ છે. ઉકાઈ ડેમમાં 44 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X