For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ રાજીનામુ આપનાર કોંગ્રેસના 5 ધારાસભ્યોને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

ગુજરાત રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામુ આપનાર પાંચ ધારાસભ્યોનુ પ્રાથમિક સભ્યપદ પાર્ટીએ ખતમ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામુ આપનાર પાંચ ધારાસભ્યોનુ પ્રાથમિક સભ્યપદ પાર્ટીએ ખતમ કરી દીધુ છે. આ પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે (16 માર્ચ)ના રોજ સંસદને સૂચિત કર્યુ કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ છે અને તેમણે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. અધ્યક્ષે જણાવ્યુ કે આ પાંચ ધારાસભ્ય ગઢડા પ્રવીણ મારુ, અબડાસાના પ્રધ્યુમનસિંહ જાડેજા, લિંબડીના સોમા કોળી પટેલ, ધારીથી જે કાકડિયા અને ડાંગથી મંગલ ગામિત છે.

congress

પાંચ ધારાસભ્યોના રાજીનામાથી 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 73માંથી ઘટીને 68 થઈ ગઈ છે. કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી પહેલા સત્તારુઢ ભાજપ દ્વારા ખરીદ-વેચાણની શંકાને પગલે પોતાના 14 ધારાસભ્યોને શનિવારે (14 માર્ચ) એ જયપુર કલી દીધા હતા. એક દિવસ બાદ 15 માર્ચે કોંગ્રેસે વધુ 10 ધારાસભ્યોને જયપુર મોકલ્યા. ભાજપે ચૂંટણી માટે અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે. વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાને જોતા સત્તાધારી ભાજપ રાજ્યસભાની બે સીટો પર જીત નોંધાવી શકે છે. ત્રીજી સીટ પર જીત મેળવવા માટે તેણે ક્રોસ વૉટિંગ કરવુ પડશે અથવા કોંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે.

કોંગ્રેસે કહ્યુ કે એક પણ ઈમાનદાર ધારાસભ્યએ રાજીનામુ આપ્યુ નથી. વળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યુ કે જો ચાર ધારાસભ્યોએ વાસ્તવમાં રાજીનામુ આપ્યુ હોય તો ભાજપ રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ સીટો પર જીત મેળવશે. રાજ્ય સરકારમમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો કે કોંગ્રેસના ઘણા ધારાસભ્ય જે પોતાની પાર્ટીથી ખુશ નથી તે ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યુ કે એવા ઘણા ધારાસભ્ય આગામી દિવસોમાં ભાજપમાં શામેલ થઈ શકે છે.

તેમણે કહ્યુ, રાજ્યસભા ચૂંટણીની ઘોષણા બાદ કોંગ્રેસના ઘણા ધારાસભ્ય જે અમારા સંપર્કમાં હતા તેમણે કહ્યુ કે તે પોતાની પાર્ટીથી ખુશ નથી. અહીં સુધી કે તે ધારાસભ્ય પણ ભાજપમાં શામેલ થવાની તૈયારી કરી રહ્યા છે જેમની સાથે કોંગ્રેસ હાઈકમાન્ડ સંપર્ક કરી શક્યા નથી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટમાં કહ્યુ કે કોંગ્રેસના એક પણ એક પણ ઈમાનદાર ધારાસભ્યએ હજુ સુધી રાજીનામુ આપ્યુ નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી સીટ પર પણ ભાજપની નજર, શું છે સમીકરણઆ પણ વાંચોઃ ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી સીટ પર પણ ભાજપની નજર, શું છે સમીકરણ

English summary
Gujarat rajyasabha election: congress party suspend 5 mla who resigned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X