કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત તૈયાર છેઃ વિજય રૂપાણી
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત તૈયાર છેઃ વિજય રૂપાણી
સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. બીજી લહેર થોડી કાબૂમાં આવી છે પરંતુ હજી ત્રીજી લહેરન ખતરો ટળ્યો નતી ત્યારે સરકારે વેક્સીનેશન પ્રોગ્રામ ઝડપી કરી દીધો છે. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર છે. અત્યારથી જ સ્વાસ્થ્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અઠવાડિયામાં 8થી 10 લાખ લોકોને વેક્સીન આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ગત શુક્રવારે વિજય રૂપાણીએ ગાંધીનગરથી અમદાવાદ મહાનગરપાલિકા વિકાસ કાર્યોનો ઈ-શિલાન્યાસ અને લોકાર્પણના અવસર પર સંબોધિત કરી રહ્યા હતા.

સરકારનો વેક્સીનેશન પ્લાન
તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરથી સુરક્ષિત રહેવા માટે દરરોજ 1.25 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. આવી રીતે જો ગુજરાતાં આઠ દિવસમાં દસ લાખ લોકોને વેક્સીનેટ કરી દેવાય તો રાજ્યના 50 ટકા લોકોને વેક્સીન મળી ચૂકી હશે. તેના દ્વારા જ કોરોનાને હરાવી શકાય છે. ભારતમાં ગુજરાતને સૌથી પહેલા કોરોનામુક્ત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
જો રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર નજર ફેરવીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1871 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના 25 દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત છેલ્લા ચોવિસ કલાકમાં 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યનો રિકવરી રેટ 94.40 ટકા જેટલો થયો છે.

કોરોના વેક્સીનેશન
રાજ્યમાં રવિવારે સાંજના 5 વાગ્યુ સુધી 1,83,070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા 1871 કેસ થયા છે. જ્યારે રાજ્યમાંથી કુલ 25 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યનો રિકવરી રેટ 94.40 ટકા જેટલો થયો છે.












Click it and Unblock the Notifications
