ગુજરાતઃ અમદાવાદમાં કોરોનાનો કહેર, ખાનગી હોસ્પિટલો ખોલવાનો આદેશ
ગુજરાતમાં લૉકડાઉનનનુ કડકાઈથી પાલન કરાવવા છતાં કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે જેના કારણે સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.
ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 49 હજારને પાર કરી ગઈ છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જારી લેટેસ્ટ આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 49391 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2958 કેસ સામે આવ્યા છે અને 126 લોકોના મોત થયા છે. વળી, દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1694 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાહતના સમાચાર એ છે કે 14183 દર્દી આ બિમારીથી અત્યાર સુધી રિકવર થઈ ગયા છે.

ગુજરાતમાં લૉકડાઉનનનુ કડકાઈથી પાલન કરાવવા છતાં કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે જેના કારણે સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના 380 નવા કેસ સામે આવ્યા છે અને 28 લોકોના મોત થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ સંક્રમિત મળી આવ્યા છે. એવામાં પ્રશાસને અહીં 7થી 15 મે સુધી સંપૂર્ણ લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં આજથી દૂધ અને દવાની દુકાનો સિવાય કંઈ જ ખુલ્લુ નહિ રહે. કરિયાણા સહિતની બધી જરૂરી વસ્તુઓની દુકાનો પણ બંધ રહેશે.
આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યુ છે કે આગામી 48 કલાકમાં બધી ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમ અને ક્લીનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનુ પાલન ન થવા પર તેમના લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. વળી, રેડ ઝોનની બધી બેંકો પણ બંધ રાખવામાં આવશે. વિસ્તારમાં પેરા મિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. વળી, આ સ્થિતિ સુરતની પણ છે, અહીં પણ સંપૂર્ણ લૉકડાઉન છે પરંતુ આ તેને શનિવારથી લાગુ કરવામાં આવશે.
ગુજરાતમાં આરોગ્ય મંત્રાલય તરફથી જારી અપડેટમાં કહેવામાં આવ્યુ છે. બુધવારે 380 નવા કેસ સાથે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 6625 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં આ બિમારીથી 396 લોકોના મોત થયા છે. બુધવારે 380 નવા કેસમાં અમદાવાદ સર્વાધિક 291 કેસ નોંધવામાં આવ્યા છે. સુરતમાં 31, વડોદરામાં 16, બનાસકાંઠામાં 15, ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 4, બોટાદમાં 7, પંચમહાલ મહિસાગર અને દાહોદમાં 2-2, આણંદ, ખેડા, જામનગર અને સાબરકાંઠામાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 28 લોકોના મોત થયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં 25 મોત શામેલ છે.












Click it and Unblock the Notifications
