ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર
વર્ષ 2025ના ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે ગુજરાતના મુખ્ય જળાશયોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો સંગ્રહિત છે. જળસંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ઉનાળામાં પીવા અને સિંચાઈ માટે પાણીની કોઈ અછત સર્જાશે નહીં.
રાજ્યમાં સરેરાશ 128% થી વધુ વરસાદ નોંધાતા ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. 5 માર્ચ, 2026 સુધીમાં રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ 6,46,556 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 72.49% છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જળસંગ્રહની સ્થિતિ વધુ સારી જોવા મળી રહી છે. અત્યારે રાજ્યના ડેમોમાં ગત વર્ષ કરતા લગભગ 4% વધુ પાણી ઉપલબ્ધ છે, જે રાહતના સમાચાર છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2.47 લાખ MCFT થી વધુ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમ અત્યારે તેની કુલ સંગ્રહ શક્તિના 74% થી વધુ ભરાયેલો જોવા મળી રહ્યો છે.
વિભાગીય યાદી મુજબ દક્ષિણ ગુજરાતના ડેમોમાં સૌથી વધુ 2.34 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ પાણીની સ્થિતિ ઘણી સંતોષજનક જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં પણ ગત વર્ષની સરખામણીએ પાણીની આવક સારી રહી છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં સંગ્રહિત આ પાણી આગામી ચોમાસા સુધી પૂરતું થઈ રહેશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
