ગુજરાત રમખાણઃ મોદીની ક્લીન ચિટને પડકારતી અરજી પર સુનાવણી સ્થગિત
ગુજરાત રમખાણઃ મોદીની ક્લીન ચિટને પડકારતી અરજી પર સુનાવણી સ્થગિત
વર્ષ 2002ના રમખાણોમાં ગુજરાતના સાંસદ એહસાન જાફરીની પત્ની જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી સ્થગિત કરી દીધી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ તપાસ ટીમ (SIT)એ ક્લીન ચિટ આપી હતી જેને જાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, મંગળવારે સુપ્રીમ કોર્ટે આ અરજી પરની સુનાવણી બે અઠવાડિયા સુધી સ્થગિત કરી દીધી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતા વાળી પીઠે કહ્યું કે બે અઠવાડિયા બા સૂચીબદ્ધ કરાશે, કેમ કે અરજદારે મામલામાં સ્થગનની માંગ કરતાં એક પત્ર દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે 16 માર્ચે સુનાવણી કરતાં મંગળવારે 13 એપ્રિલના રોજ સૂચિબદ્ધ કર્યું હતું. આ દરમ્યાન કહ્યું હતું કે કોર્ટ સ્થગન માટે વધુ અનુરોધ સ્વીકાર નહિ કરાય. પીઠે પાછલા મહિને જાકીયા જાફરી તરફથી રજૂ વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલના અનુરોધની માહિતી મેળવી હતી. આ દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે આ મામલાની સુનાવણી એપ્રિલમાં થશે, કેમ કે વકીલ મરાઠા આરક્ષણ મામલામાં વ્યસ્ત હતા, જેને ત્યારે પાંચ ન્યાયાધીશો વાળી સંવિધાન પીઠે સાંભળ્યો હતો.
કેટલીયવાર મામલો સ્થગિત કરાયો
ગુજરાત સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સ્થગનની અરજીનો ત્યારે વિરોધ કર્યો હતો. શીર્ષ અદાલતે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં 14 એપ્રિલ 202ના રોજ સુનાવણી માટે મામલો નક્કી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મામલાને કેટલીયવાર સ્થગિત કરવામાં આવ્યો છે અને કોઈ દિવસે તેની સુનાવણી થશે. અગાઉ જાફરીના વકીલે શીર્ષ અદાલતને જણાવ્યું હતું કે અરજીમાં એક નોટિસ જાહેર કરવાની જરૂરત છે, કેમ કે આ 27 ફેબ્રુઆરી 2002થી મે 2002 સુધી એક કથિત 'મોટાં ષડયંત્ર'થી સંબોધિત છે.
પીએમ મોદીને ક્લીન ચિટ મળી હતી
ઉલ્લેખનીય છે કે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરામાં આગને હવાલે કરી દેવાયો હતો જેમાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા, જે બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જે બાદ 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોની હત્યા કરી દેવાઈ હતી, જેમાં એહસાન જાફરી પણ સામેલ હતા. જે બાદ 8 ફેબ્રુઆરી 2012ના રોજ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ મોદી સહિત અન્ય 63 લોકોને ક્લીન ચિટ આપતાં એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં મોદી વિરુદ્ધ કોઈ સબૂત ના મળ્યાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
જે બાદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ વર્ષ 2018માં શીર્ષ અદાલતમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટના 5 ઓક્ટોબર 2017ના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો, જેમાં એસઆઈટીના ફેસલા વિરુદ્ધ તેની અરજી ફગાવી દેવાઈ હતી.












Click it and Unblock the Notifications
