ગુજરાત રમખાણ: ઝાકિયા જાફરીની અરજી પર આજે સુનાવણી

zakia jafri
અમદાવાદ, 28 ઓક્ટોબર: હાઇકોર્ટમાં દાખલ કરાયેલ એસઆઇટીની મામલાને બંધ કરવાના રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર અત્રેને કોર્ટ આજે સોમવારે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. આ મામલો વર્ષ 2002ના રમખાણોમાં કથિત ષડયંત્રના સિલસિલામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેનદ્ર મોદી અને અન્યને ક્લીન ચિટ આપવાના સંબંધમાં છે.

જાફરીની અરજી પર તેમના વકીલો અને વિશેષ તપાસ દળ(એસઆઇટી)ના વકીલની ઉલટ તપાસ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ બી.જે. ગણાત્રાની સમક્ષ પાંચ મહીના સુધી ચાલેલી, ત્યારપછી જાફરીના વકીલને 18 સપ્ટેમ્બરના રોજ કોર્ટને લેખિત સોગંધનામું આપ્યું.

એસઆઇટીએ 30 સપ્ટેમ્બરના રોજ લેખિત સોગંધનામું આપ્યું અને મેજિસ્ટ્રેટ ગણાત્રાએ જણાવ્યું કે તેઓ 28 ઓક્ટોબરના રોજ નિર્ણય સુનાવશે. જાફરીના પતિ અને પૂર્વ સાંસદ એહસાન જાફરી 2002ના રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી નરસંહારમાં માર્યા ગયેલા 69 લોકોમાં સામેલ હતા. જાફરીએ અરજી દાખલ કરી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો હતો. ક્લોઝર રિપોર્ટમાં મોદીને કોઇ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ હોવામાંથી ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી.

જાફરીની ફરિયાદ પર તપાસ પૂરી કર્યા બાદ એસઆઇટીએ 8 ફેબ્રુઆરી 2012ના રોજ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આઠ વર્ષ વીતી જવાના કારણે પુરાવાઓ એકત્રીત કરવામાં મુશ્કેલી પડવા છતાં જે પણ સાક્ષીઓ અને પુરાવાઓ મળ્યા તેનાથી એવું સાબિત નથી થઇ શક્યું કે 2002ના રમખાણોના ષડયંત્રમાં જે લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા તેઓનો તેમાં કોઇ હાથ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X