ECના નિર્ણયથી ભાજપ અસંતુષ્ટ,આપી કાયદાકીય કાર્યવાહીની ચીમકી

Written By:
Subscribe to Oneindia News

8 ઓગસ્ટનો દિવસ ગુજરાત રાજકારણના ઇતિહાસમાં સૌને યાદ રહેશે, સૌથી વધુ રાજકારણીય નાટકનો સાક્ષી બનેલ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ જાહેર થયું હતું. આ પછી પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસે જ્યાં એક તરફ ચૂંટણી પંચના નિર્ણયને આવકાર્યો છે, ત્યાં ભાજપે આ નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ભાજપે કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી છે. ભાજપના બળવંતસિંહ રાજપૂત પીટિશન ફાઇલ કરે એવી પણ શક્યતા વ્યક્ત થઇ રહી છે.

આ ચૂંટણી પરથી BJP પાઠ ભણે: અહમદ પટેલ

આ ચૂંટણી પરથી BJP પાઠ ભણે: અહમદ પટેલ

અહમદ પટેલની જીતથી નિરાશ ગુજરાત કોંગ્રેસ ફરી બેઠી થઇ છે. અહમદ પટેલે પોતે પણ આ વાત સ્વીકારતાં કહ્યું હતું કે, આ મારી જિંદગીની સૌથી મુશ્કેલ ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણના ભરપૂર પ્રયત્નો થયા. કોંગ્રેસી ધારાસભ્યો બેંગ્લુરૂ જલસા કરવા નહોતા ગયા. આ જીતથી કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાયો છે. આ ચૂંટણી પરથી ભાજપ પાઠ ભણે કે, ચૂંટણીને પ્રેસ્ટિજ ઇશ્યુ ન બનાવાય. હવે અમારું આગામી લક્ષ્ય ગુજરાત વિધાનસભા ચૂંટણી છે.

અર્જુન મોઢવાડીયા

અર્જુન મોઢવાડીયા

જીત બાદ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ચૂંટણી પંચે વીડિયો જોઇને નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, કોંગ્રેસનો આરોપ હતો કે તેમના બે ધારાસભ્યોએ પોતાના બેલેટ પેપર ભાજપના નેતાને બતાવ્યા હતા, જેનો વીડિયો ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચ વીડિયો જાહેર કરે: નીતિન પટેલ

ચૂંટણી પંચ વીડિયો જાહેર કરે: નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ચૂંટણી પંચનો નિર્ણય દુઃખદ છે, પરંતુ કોંગ્રેસની ખુશી લાંબી નહીં ટકે. ચૂંટણી પંચ વીડિયો જાહેર કરે. બેમાંથી કોઇ ધારાસભ્યએ બેલેટ પેપર ભાજપના નેતાને બતાવ્યા જ નથી, વીડિયોમાં કોઇ ભાજપના નેતા કે એજન્ટ દેખાતા નથી. અમે કાયદાકીય કાર્યવાહીની મદદ લઇશું. ખરેખર તો શક્તિસિંહે શિસ્ત ભંગ કર્યો છે, તેઓ રાઘવજી પર ગુસ્સે થયા હતા.

"હવેલી લેતાં ગુજરાત ખોયું"

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પંચના નિર્ણયથી અમે સંમત નથી. અહમદ પટેલની જીત માત્ર અડધા મતની જીત છે, બળવંત સિંહ રાજપૂત અને અહમદ પટેલ વચ્ચે માત્ર અડધા મતનો તફાવત છે. રાજ્યસભાની ચૂંટણીથી જ કોંગ્રેસ વેર-વિખેર થઇ ગયું છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ તૂટશે. આ જીતની મિઠાઇથી કોંગ્રેસનું મોઢું મીઠું નહીં, ખારું થયું છે. હવેલી લેતા ગુજરાત ખોયું જેવી કોંગ્રેસની જીત છે. ખરેખર તો અમારા બે ધારાસભ્યોએ શક્તિસિંહને મત બતાવ્યો છે. કોંગ્રેસે અમારા ધારાસભ્યને રૂપિયાની પણ ઓફર આપી હતી.

English summary
Gujarat RajyaSabha Election: Congress welcomes EC's decision but BJP is unsatisfied.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.