રાજ્યસભાની સાથે સોશિયલ મીડિયા પર પણ છેડાયું હતું યુદ્ધ

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે યોજાયેલ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. એક બાજુ જ્યાં, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દિલ્હી ખાતે ચૂંટણી પંચના કાર્યાલયના ધક્કા ખાતા હતા, ત્યાં સોશિયલ મીડિયા પર લોકોએ આ ચૂંટણીને અમિત શાહ વિ. અહમદ પટેલની હરીફાઇ ગણાવી અનેક રમૂજી ટિપ્પણીઓ કરી હતી. ચૂંટણીનું પરિણામ રાત્રે લગભગ 2 વાગે રજૂ થયું હતું અને આ પરિણામ પર સૌની નજર હતી. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ વડાપ્રધાન ઉમર અબ્દુલ્લાના ટ્વીટ આની સાક્ષી પૂરે છે, તેમણે મત ગણતરીમાં થયેલ વિલંબને અનુલક્ષીને પણ રસપ્રદ ટ્વીટ કર્યા હતા.

ઉમર અબ્દુલ્લા

ઉમર અબ્દુલ્લા

રાજ્યસભા ચૂંટણી અંગેનો વિવાદ રાત્રે મોડે સુધી ખેંચાયો હતો, આ વાત પર વ્યંગ કરતા ઉમર અબ્દુલ્લાએ રસપ્રદ ટ્વીટ કર્યા હતા. રાત્રે લગભગ 1 વાગે તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું, હવે મારા સુવાના સમયમાં ઘણું મોડું થઇ ગયું છે. હું આશા રાખું કે આરબીઆઇ એ નોટબંધીની નોટો ગણવામાં જેટલી વાર લગાડી છે, ગુજરાતમાં એના કરતા જલ્દી મત ગણતરી થશે.

કોંગ્રેસ ધારાસભ્યો

કોંગ્રેસ ધારાસભ્યો

મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ _swaroop નામની યુઝર દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પહેલાં બેંગ્લુરૂ રિસોર્ટ અને ત્યાંથી આણંદ ખાતેના રિસોર્ટમાં રોકાયા હતા, જે મંગળવારે સવારે જ મતદાન માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આ ઘટના પર વ્યંગ કરતાં આ ટ્વીટ કરવામાં આવ્યું હતું.

ક્રોસ વોટિંગ

ક્રોસ વોટિંગ

Arnab_Goswami1 નામના યુઝર દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ કોંગ્રસ પક્ષ અને ક્રોસ વોટિંગ પર કટાક્ષ છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષો ક્રોસ વોટિંગનો શિકાર થયા હતા. કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, ત્યાર બાદ મંગળવારે સાંજે દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષની બેઠક યોજાઇ હતી. એ ઘટનાને ધ્યાનમાં રાખતા આ ટ્વીટ કરવામાં આવ્યું હતું.

અમિત શાહ વિ. અહમદ પટેલ

અમિત શાહ વિ. અહમદ પટેલ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી એક રીતે અમિત શાહ અને અહમદ પટેલ વચ્ચેની હરીફાઇ બની ગઇ હતી, આ મુદ્દે સોશિયલ મીડિયા પર અનેક રમુજી પોસ્ટ ફરતી થઇ હતી, જેમાંની એક પોસ્ટ આ છે. જ્યાં અમિત શાહ અને અહમદ પટેલ એક જ બેટ માટે ખેંચતાણ કરતા જોવા મળે છે અને પાછળ અમ્પાયર તરીકે નરેન્દ્ર મોદી આ સમગ્ર ઘટનાક્રમ નિહાળી રહ્યાં છે.

કોંગ્રેસ ધારાસભ્યો અને અમિત શાહ

કોંગ્રેસના બેંગ્લુરુ પહોંચેલ ધારાસભ્યોએ ચૂંટણી પહેલાં ભાજપ પર આરોપ મુક્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસ ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયત્ન થયો હતો અને જે ધારાસભ્યો પૈસાથી ન માન્યા તેમને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન થયો હતો. આ ઘટના પર વ્યંગ કરતી પોસ્ટ ફેસબૂક પર જોવા મળી હતી.

ચૂંટણી બાદના નિવેદનો

ચૂંટણી બાદના નિવેદનો

અંશુલ અગ્રવાલ નામના યુઝર દ્વારા નેતાઓ અને રાજકારણ પર વ્યંગ કરતા આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેણે ચૂંટણી બાદના અહમદ પટેલના બે નિવેદનોનું અનુમાન અહીં ટાંક્યું છે. જો અહમદ પટેલ ચૂંટણી હારે તો કહેશે કે, ભાજપે હોર્સ ટ્રેડિંગ કરી સત્તાનો દુરૂપયોગ કર્યો છે અને જો અહમદ પટેલ જીતે તો કહેશે કે, લોકતંત્રનો વિજય થયો છે.

English summary
What will surely infuse a new lease of life in Gujarat Congress, Ahmed Patel won with 44 votes to re-enter Rajya Sabha for the 5th term in a row. Here are some social media funny comments.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.