For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

કોંગ્રેસે ગુજરાતભરમાં ઠેર ઠેર કર્યું વિરોધ પ્રદર્શન જુઓ તસવીરો...તથા ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

આખરે ગુજરાત સરકારને હાર્દિક પટેલની યાદ આવી ખરા!આખરે ગુજરાત સરકારને હાર્દિક પટેલની યાદ આવી ખરા!

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સુરતમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન

સુરતમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન

કેન્દ્ર સરકારના નોટબંધીનાં વિરોધમાં સુરતમાં આજે કોંગ્રેસે રેલ રોકો આંદોલન કર્યું હતું. અને સુરત રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેનને રોકી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. નોટબંધીથી ખેડૂતો તથા જેની ઘરે લગ્ન છે તેની ઘરે તકલીફો થઈ રહી હોવાથી કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે અને દેખાવોના વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. જોકે રેલ રોકો આંદોલનને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અને પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

તો ઉત્તર ગુજરાતમાં પાટણના રાધનપુરમાં અને હિંમતનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો છે. રાધનપુર-કંડલા હાઈવે પર કોંગ્રેસે રસ્તો બંધ કરી દેતા હાઈ વે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેથી હજારો પ્રવાસીઓ અટવાયા હતા. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ સાંતલપુર તાલુકાના વારઈ ગામે પાસે પણ ચક્કાજામ કર્યો હતો. અહીં ટોલ પ્લાઝા પાસે ચક્કાજામ કરતા પોલીસે પહોંચીને મામલો હાથમાં લીધો હતો.

વડોદરામાં કોંગ્રેસે વિરોધ કરી સળગાવ્યા ટાયરો

વડોદરામાં કોંગ્રેસે વિરોધ કરી સળગાવ્યા ટાયરો

આજે કોંગ્રેસ દ્વારા નોટબંધીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે વડોદરા નજીક નેશનલ હાઇવે નં-8 પર દુમાડ ચોકડી પર આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકરોએ ભારે ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. અને પોલિસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટક કરી હતી.

અમદાવાદમાંથી ફરી એકવાર ઝડપાયુ સ્પાની આડમાં કૂટણખાનુ

અમદાવાદમાંથી ફરી એકવાર ઝડપાયુ સ્પાની આડમાં કૂટણખાનુ

અમદાવાદન સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાંથી કેસર સ્પા નામના સ્પામાં, સ્પાના નામે ચાલતુ કૂટણખાનુ ઝડપાયું હતું. સેટેલાઇટ દેવાશિષ કોમ્પ્લેક્સમાં આવેલા કેશર સ્પા પર પોલીસે રેડ પાડીને થાઇલેન્ડની ત્રણ અને નાગાલેન્ડની એક યુવતીને ઝડપી પાડી હતી. કેસર સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો વ્યવસાય ચાલતો હતો. આ બાબતની બાતમી મળતા પોલીસે નકલી ગ્રાહકને મસાજ માટે મોકલ્યો હતો. જ્યાં યુવતીએ શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. રૂપિયા 2 હજારમાં શારીરિક સંબંધ બાંધવાનો ગોરખધંધો છેલ્લા ત્રણ મહિનાથી ચાલતો હતો. પોલીસે યુવતીઓની સાથે મેનેજરની પણ ધરપકડ કરી છે.

English summary
Read here, 25th November 2016's, Gujarat top news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X