For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ : ધમાકેદાર વરસાદી બેટિંગથી સર્વત્ર પાણી પાણી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 ઓગસ્ટ : ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઇ છે. મેઘરાજાએ બીજી ઇનિંગમાં પણ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં શુક્રવારે મોડી સાંજથી વરસાદ વરસવાનો શરૂ થયો હતો, જે શનિવારે પણ ચાલુ રહ્યો છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે સાબરમતીમાં ભારે પૂર આવતા અમદાવાદના વાસણા બેરેજ ડેમના દરવાજા ખોલી નખાયા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો.

rain-in-gujarat

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ તુટી પડતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રાત્રે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને વધારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

ભારે વરસાદને પગલે ગણપતિ મહોત્સવનું આયોજન કરનારા લોકોને પણ અડધી રાત્રે દોડવું પડ્યું હતું અને મંડપોને સાચવવાના પ્રયાસો કરવા પડ્યા હતા. અમદાવાદ ઉપરાંત ભાવનગર, રાજકોટ, સાયલા અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં એકથી બે ઇંચ, ભાવનગરમાં દોઢ ઇંચ, લખતરમાં દોઢ ઇંચ, નખત્રાણામાં અડધા ઇંચ, અબડાસામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં પણ શનિવારે સવારે 1 ઇંટ વરસાદ વરસી ગયો હતો.

English summary
Gujarat : Second round of rain started, peoples welcomed happily.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X