કોરોના સંક્રમણને પગલે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું નિધન

કોરોના સંક્રમણને પગલે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું નિધન

કોરોના સંક્રમણને પગલે રવિવારે રાતે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ નગર નિગમોમાં કોંગ્રેસના પૂર્વ પ્રતિપક્ષ નેતા બદરુદ્દીન શેખે એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિ સિંહ ગોહિલે ટ્વીટ કરી જાણકારી આપી. તેમણે ટ્વીટ કરતા લખ્યું, આજે મારી પાસે શબ્દો નથી. બદરુદ્દીન ભાઈ ગુજરાત કોંગ્રેસના મજબૂત પિલર મનાતા હતા. કોંગ્રેસ પરિવારમાં સીનિયર નેતા બદરુદ્દીનને અમે પાછલા 40 વર્ષથી જ્યારે તેઓ યુવા કોંગ્રેસમાં હતા ત્યારથી જાણતા હતા. તેઓ સતત ગરીબો માટે કામ કરતા હતા અને કોવિડ 19 સંક્રમણના લપેટામાં આવી ગયા હતા.

badruddin shaikh

બદરુદ્દાાન શેખ બેહરામપુરાથી કોંગ્રેસના કોર્પોરેટર હતા. તેઓ ગુજરાત કોંગ્રેસના વિવિધ પદો પર રહી ચૂક્યા હતા. અહેવાલો મુજબ ગત 15 એપ્રિલના દિવસે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બદા તેમને એસવીપી હોસ્પિટલમમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું જણાવવામા આવે છે કે શેખ કેટલાક દિવસ સુધી હોમ ક્વારંટાઈનમાં હતા. અહેવાલો મુજબ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા ત્યારે બદરુદ્દીન શેખ પણ તેમની સાથે હાજર હતા.

ગુજરાતમાં કોવિડ-19ના 230 નવા મામલા

ગુજરાતમાં રવિવારે કોવિડ 19ના 230 નવા મામલા આવ્યા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 3301 લોકોના કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે રાજ્યમાં આજે સંક્રમણથી 18 વધુ લોકોના મોત થયા છે, જેની સાથે મરનારાઓની સંખ્યા વધીને 151 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X