For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષકો ઈચ્છે છે કે ગુજરાત પણ 12માં ધોરણની બોર્ડ પરીક્ષા માટે CBSEની MCQ પેટર્નનુ પાલન કરે

શિક્ષકોએ રાજ્યના શિક્ષણ વિભાગને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા માટે સીબીએસઈ બોર્ડની એમસીક્યુવાળી પેટર્નનુ પાલન કરવા અંગે એક મેમોરેન્ડમ આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રીપિટર વિદ્યાર્થીઓના પેપર ચેકિંગ માટે એકઠા થયેલા શિક્ષકોએ રાજ્યના શિક્ષણ વિભાગને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા માટે સીબીએસઈ બોર્ડની એમસીક્યુવાળી પેટર્નનુ પાલન કરવા અંગે એક મેમોરેન્ડમ આપ્યુ છે. અંદાજે 60 શિક્ષકોએ નોંધ્યુ છે કે સીબીએસઈ બોર્ડે ધોરણ 12 સાયન્સની માર્ચ 2022ની પરીક્ષા માટે એમસીક્યુ પેટર્ન આધારિત પરીક્ષાની જાહેરાત કરી છે.

student

વળી, તેમણે કહ્યુ કે ગુજરાત બોર્ડ સામાન્ય રીતે સીબીએસઈ બોર્ડને ફોલો કરીને એ પ્રમાણે ફેરફારો જાહેર કરે છે. સીબીએસઈ બોર્ડે પંદર દિવસ પહેલા પરીક્ષા પેટર્નની જાહેરાત કરી દીધી છે પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી આ અંગે જાહેરાત કરી નથી. શિક્ષકોએ જણાવ્યુ છે કે ગુજરાત સરકારે પણ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં 50% કોર્સ અને ત્યારબાદ માર્ચ અથવા એપ્રિલની લેખિત પરીક્ષા માટે એમસીક્યુ(વૈકલ્પિક પ્રશ્નો) આધારિત પરીક્ષા યોજવી જોઈએ.

રાજ્યની સરકારી શાળાના ધોરણ 12ના શિક્ષકોએ માંગણી કરી હતી કે આ જાહેરાત અગાઉથી કરી દેવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ તણાવમાંથી મુક્ત થઈ શકે અને તેઓ એમસીક્યુ પેટર્ન પ્રમાણે પરીક્ષાની તૈયારી કરી શકે.

English summary
Gujarat should follow CBSE MCQ pattern for class 12 examination said teachers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X