ગુજરાતમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપી મામાની ધરપકડ

હજુ તો રાજધાની દિલ્લીમાં નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપાવવાની માંગ વધી રહી છે ત્યારે બીજી તરફ રૂંવાડા ઉભા કરી નાખે તેવી દુષ્કર્મની ઘટનાઓ થંભવાનું નામ નથી લેતી. આવી જ એક ઘટના ગુજરાતમાં બની છે.

હજુ તો રાજધાની દિલ્લીમાં નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપાવવાની માંગ વધી રહી છે ત્યારે બીજી તરફ રૂંવાડા ઉભા કરી નાખે તેવી દુષ્કર્મની ઘટનાઓ થંભવાનું નામ નથી લેતી. આવી જ એક ઘટના ગુજરાતના દાહોદ જિલ્લામાં બની છે. જ્યાં એક વ્યક્તિએ તેની સગી છ વર્ષની ભાણીને દુષ્કર્મનો શિકાર બનાવી હત્યા કરી નાખી છે. જોકે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીનું નામ શૈલેષ માવી છે અને તે અગાઉ પણ હત્યાના કેસમાં સપડાયેલો છે. જેને જામીન પર થોડા દિવસો પહેલા જ છોડવામાં આવ્યો હતો.

અજાણી જગ્યાએ લઇ ગયો

અજાણી જગ્યાએ લઇ ગયો

એક પોલીસ અધીકારીએ જણાવ્યું હતું કે શુક્રવારની મોડી સાંજે બાળકી જ્યારે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે માવીએ તેને રસ્તામાં જ બાઇક પર બેસાડી ક્યાંક અજાણી જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પછી બાળકીની હત્યા કરી તળાવની બાજુમાં ફેંકી દીધી હતી. જ્યારે બાળકી સ્કુલેથી ઘરે પાછી આવી નહી ત્યારે તેની દાદીએ તેની શોધખોળ આદરી હતી અને તેની ભાળ ન મળતા નજીકના પોલીસ મથકે બાળકી ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. મળતી માહીતી મુજબ બાળકીના માતા પિતા ક્યાંક મજૂરી કરે છે.

આરોપી જામીન પર હતો બહાર

આરોપી જામીન પર હતો બહાર

એક પોલીસ અધિકારીએ બાળકીની દાદીના જણાવ્યા અનુંસાર વધુ વિગતો આપી હતી કે તેની દાદીએ બાળકીને છેલ્લીવાર માવીના બાઘક પર જતા જોઇ હતી. ત્યારબાદ પોલીસે માવિને શોધવાનું શરૂ કર્યું હતું અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે માવી બાળકીની માતાનો સગો ભાઇ છે. તેને તેના ગુનાની કબુલાત કરી લીધી છે. જ્યારે કે તે હત્યાના સંદર્ભમાં 8 મહીના અગાઉ જામીન પર બહાર આવ્યો હતો.

નાની બાળકીઓ પર દુષ્કર્મ

નાની બાળકીઓ પર દુષ્કર્મ

આવી ઘટનાઓને પગલે ગુજરાતના સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને તેની હત્યાને લઇ આરોપી અનિલ યાદવને મૃત્યુદંડની સજા ફટકારી છે તેમજ એડિશનલ જજ પીએસ કાલાએ ડેથ વોરંટ જાહીર કરી અનિલ યાદવને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ રાજધાની દિલ્લીમાં નિર્ભયાના પરિવારે એવા આક્ષેપ કર્યા છે કે ગુનેગારો સજાથી બચવા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X