For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્જિનિયરીંગનો ઘટવા લાગ્યો છે ક્રેઝ, મેડિકલ પસંદ કરી રહ્યા છે અહીંના વિદ્યાર્થી

12માં ધોરણમાં સાયન્સ સ્ટ્રીમ બાદ ગુજરાતમાં મેડીકલના વિદ્યાર્થીઓમાં ઘણો વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

12માં ધોરણમાં સાયન્સ સ્ટ્રીમ બાદ ગુજરાતમાં મેડીકલના વિદ્યાર્થીઓમાં ઘણો વધારો થયો છે. અહીં નિરંતર વધી રહેલા વિદ્યાર્થીઓ હવે એન્જિનિયરીંગ નહિ પરંતુ મેડીકલને પ્રાયોરિટી આપી રહ્યા છે. છેલ્લા બે દશકથી ટૉપ પર રહેલ એન્જિનિયરીંગ હવે મેડીકલ સ્ટ્રીમમાં વધેલા રસને કારણે તે પાછળ જતુ રહ્યુ છે. આ બદલાવ છેલ્લા બે વર્ષમાં આવ્યો છે.

ગુજરાતમાં આટલા મેડીકલ સ્ટુડન્ટ્સ આપશે પરીક્ષા

ગુજરાતમાં આટલા મેડીકલ સ્ટુડન્ટ્સ આપશે પરીક્ષા

રાજ્યમાં 7 માર્ચથી 12માં ધોરણની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. આ વર્ષે અહીં બી ગ્રુપમાં 89,760 છાત્રોએ પ્રવેશ લીધો છે જે ગયા વર્ષની તુલનામાં 12,872 વધ્યો છે. વળી, એ ગ્રુપના છાત્રોની સંખ્યા સતત ઘટી રહી છે આના કારણે એન્જિનિયરીંગ કોલેજોના સંચાલકો સીટો ખાલી રહેવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ રીતે વધ્યો મેડીકલનો ક્રેઝ

આ રીતે વધ્યો મેડીકલનો ક્રેઝ

ગુજરાતમાં એમબીબીએસ સહિત મેડીકલ સિલેબસમાં પ્રવેશ માટે છાત્રોનો ક્રેઝ સામે આવી રહ્યો છે. માતાપિતા ઈચ્છે છે કે તેમનું બાળક મેડીકલ કોલેજોમાં પ્રવેશ લે માટે રાજ્યમાં મેડીકલ કોલેજોમાં સ્પર્ધા વધી ગઈ છે. 12 સાયન્સ બાદ એન્જિનિયરીંગ સહિત ટેકનિકલ વિષયો લેનાર છાત્રો એ ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના વિષયો પસંદ કરે છે જ્યારે બી ગ્રુપ લેનાર છાત્રો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પસંદ કરે છે. એ અને બી બાદ એ-બીમાં પણ આ ચાર વિષય શામેલ છે. અમુક છાત્રો એ-બી ગ્રુપ પસંદ કરે છે અને ચાર વિષયની પરીક્ષા આપે છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ 1,47,302 છાત્રોમાંથી એ ગ્રુપમાં 57,511 અને બી ગ્રુપમાં 89,760 છાત્રોએ પ્રવેશ લીધો છે. ગયા વર્ષે બી ગ્રુપમાં 76,888 છાત્રોએ પ્રવેશ લીધો હતો.

મેડીકલ અને પેરા મેડીકલની સીટો

મેડીકલ અને પેરા મેડીકલની સીટો

ગુજરાતમાં મેડીકલ અને પેરા મેડીકલમાં 35000 સીટો છે જ્યારે એન્જિનિયરીંગ કોલેજોમાં 65000 સીટો છે. ગયા વર્ષે 34000 એન્જિનિયરીંગ સીટો ખાલી પડી હતી. આ ક્ષેત્રમાં જનારા છાત્રોમાં ભારે માત્રામાં ઘટાડો થયો છે. આ વર્ષે મેડીકલમાં 13000 છાત્રોની સંખ્યા વધવાની છે પરંતુ રાજ્યમાં એમબીબીએસની માત્ર 3800 સીટો છે.

આ પણ વાંચોઃ અભિનંદનની મુક્તિ પર સિદ્ધુએ ફરી આપ્યુ પાક અંગે નિવેદન, જાણો હવે શું કહ્યુ?આ પણ વાંચોઃ અભિનંદનની મુક્તિ પર સિદ્ધુએ ફરી આપ્યુ પાક અંગે નિવેદન, જાણો હવે શું કહ્યુ?

English summary
12th class exams 2019: Gujarat Students give priority medical syllabus than engineering
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X