For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: શપથવિધિમાં ટ્વીસ્ટ, નારાજ મંત્રીઓના કારણે કાર્યક્રમ આવતિકાલ સુધી મુલતવાયો

ગુજરાત કેબિનેટ વિસ્તરણમાં એક દિવસનો વિલંબ થયો છે. આ કાર્યક્રમ હવે આવતિકાલે યોજાઇ શકે છે. ભાજપના તમામ ધારાસભ્યોએ મંગળવારે મોડી રાત્રે નવા મંત્રીઓના શપથગ્રહણ સમારોહ અંગેની ચર્ચા શરૂ કરતા ગાંધીનગર પહોંચવાનું કહ્યું હતું. મળ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ગુજરાત કેબિનેટ વિસ્તરણમાં એક દિવસનો વિલંબ થયો છે. આ કાર્યક્રમ હવે આવતિકાલે યોજાઇ શકે છે. ભાજપના તમામ ધારાસભ્યોએ મંગળવારે મોડી રાત્રે નવા મંત્રીઓના શપથગ્રહણ સમારોહ અંગેની ચર્ચા શરૂ કરતા ગાંધીનગર પહોંચવાનું કહ્યું હતું. મળતી માહિતિ અનુસાર ડેપ્યુટુ સીએમ નીતિન પટેલ સહિત વિજય રૂપાણી સરકારના તમામ 22 મંત્રીઓને પડતા મુકવામાં આવશે.

Gujarat

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપમાં નવા મંત્રીમંડળ મુદ્દે 2 ભાગ પડી ગયા છે. રૂપાણી સરકારના અનેક સીનિયર મંત્રીઓને નો રીપિટ થીયરી સ્વિકાર્ય નથી, તેઓ ખુલ્લો બળવો કરવાની તૈયારીમાં હતા. બીજી બાજુ પાટીલ જુથ કોઇપણ જુના મંત્રીને લેવા ન માંગતા હોવાથી મોવડી મંડળ માટે મુશ્કેલી સર્જાતા શપથવિધિ એક દિવસ માટે મોકુફ રખાઇ છે.

આ ઉપરાંત મોવડી મંડળ દ્વારા ગઇકાલે મોડી રાત્રે વિજય રૂપાણી અને નીતિન ભાઇ પટેલ સાથે બેઠક કરી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત નીતિન ભાઇ બાપુને મળ્યા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી અને પ્રથમ વખતના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા વિજય રૂપાણીના પદ પરથી અચાનક રાજીનામાના બે દિવસ બાદ સોમવારે શપથ લીધા હતા. પટેલ રવિવારે સર્વસંમતિથી ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા, રાજભવન ખાતે એક સરળ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

English summary
Gujarat: Swearing-in ceremony postponed till tomorrow, change in program due to disgruntled ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X