ગુજરાતના સુરતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના બે કેસમાં શિક્ષકો જ જવાબદાર
સુરત, 18 સપ્ટેમ્બર : ગુજરાતના ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરમાં બે દિવસમાં બે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બે બનાવો બન્યા છે. મહત્વની બાબત એ છે કે બંને બનાવોમાં શાળાના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. બીજી નોંધનીય બાબત એ છે કે આ બંને બનાવોમાં આત્મહત્યા પાછળ વિદ્યાર્થીઓના ટીચર્સ જવાબદાર બન્યા છે.
મંગળવારે બનેલી એક ઘટનામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આભ્યાસ કરતા વિદ્યાર્થી મયુર પાટિલનો મૃતદેહ તેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો. પાટિલ પરિવાર મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો છે. તેના માતા અને એક બહેન શિક્ષિકા છે. જ્યારે પિતા પોલીસમાં છે. અભ્યાસ મુદ્દે શાળાના શિક્ષકે મયુરને પિતાને બોલાવી લાવવા જણાવ્યું હતું. શિક્ષક સાથે વાત કર્યા બાદ પિતા મનોહરભાઇએ પુત્ર મયુરને વઢ્યા હતા અને પછી ડ્યુટી પર ચાલ્યા ગયા હતા. માતા શાળાએ ગયા હતા. મયુરને છેલ્લે બપોરે ત્રણ વાગે તેના રૂમની બાલ્કનીમાં જોવામાં આવ્યો હતો. સાંજે તેના માતા આવ્યા ત્યારે બેડરૂમના પંખે તેની લાશ લટકતી હતી.

આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે સોમવારે સુરતની આરટીઓ ઓફિસ પાસે રહેતા અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષે પણ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. હર્ષે આત્મહત્યાનો નિર્ણય તેની શાળાના પીટી ટીચરને કારણે લીધો હતો તેવું તેની સુસાઇડ નોટ પરથી જાણવા મળતું હતું.
હર્ષે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે શાળાના પીટી ટીચર અર્જુન સર તેને દરરોજ કોઇને કોઇ બહાને માર મારતા હતા. તેણે સુસાઇડ નોટમાં પોતાના પિતાને કહ્યું હતું કે તેઓ પીટી ટીચરને 10 કે 20 લાફા મારે. તેણે જે પેનથી સુસાઇડ નોટ લખી હતી તે જ પેનથી પોતાના હાથે ટીચરનું નામ પણ લખ્યું હતું.













Click it and Unblock the Notifications
