Gujarat Teachers Movement : જ્ઞાન સહાયકના મુદ્દે શિક્ષકોનું આંદોલન ઉગ્ર બનશે, 14 ઓક્ટોબરે કરશે પ્રતિક ઉપવાસ
Gujarat Teachers Movement : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં શિક્ષકો દ્વારા જ્ઞાન સહાયક મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જ્ઞાન સહાયક શાળામાં હાજર ન કરવાનો નિર્ણય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કાયમી ભરતી ન કરવામાં આવે, ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતીની સત્તા સંચાલક મંડળને સોંપવાની માંગ કરવામાં આવી રહી છે.
આ સાથે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ માટે શિક્ષકો દ્વારા 14 ઓક્ટોબરના રોજ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 9 તબક્કાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે 10મા તબક્કામાં 14 ઓક્ટોબરે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ 10 મુદ્દાઓને લઈને આંદોલન શરૂ છે. આ અગાઉ ગુજરાત સરકાર દ્વારા આ અંગે નિર્ણય લઈને ઠરાવની ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ ઠરાવ કરવામાં ન આવતા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
નોંધનીય બાબત છે કે, આંદોલનના 9 તબક્કા સમાપ્ત થઇ ગયા છે, આ દરમિયાન 3 માંગ અંગે ઠરાવ કરી દેવાયો છે. આ સાથે 7 માંગ લઈને ઠરાવ કરાયો ન હોવાથી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ આંદોલનના ભાગરૂપે મંગળવારના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા એક બેઠક બોલાવાઇ આવી હતી.












Click it and Unblock the Notifications
