Gujarat total debt 2025 : દેવાના પહાડ નીચે ગુજરાત, રાજ્યના નાગરિકો માથે અધધ 3 લાખ 77 હજાર કરોડથી વધુનું દેવું
Gujarat total debt 2025 : ગુજરાત વિધાનસભામાં નાણાકીય સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી છે. અહીં ગુજરાત સરકારના દેવા અંગે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.
ગુજરાત સરકારે વિધાનસભામાં રાજ્યના કુલ દેવા અંગે માહિતી આપી છે. સરકારે આપેલા આંકડા અનુસાર ગુજરાતના પ્રત્યેક નાગરિકના માથે 2,59,000 રૂપિયાનું દેવું છે.

વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યના વધતા દેવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો. સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબ અનુસાર, હાલ ગુજરાત રાજ્ય પર કુલ 3,77,962 કરોડ રૂપિયાનું દેવું છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકાર દૈનિક 106.26 કરોડનું દેવું ચૂકવી રહી છે. સાથે સાથે રાજ્ય દરરોજ 68.82 કરોડનું વ્યાજ પણ ચૂકવે છે, જે નાણાકીય સ્થિતિ માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.
લોકસભામાં નાણામંત્રીએ આપેલા આંકડા મુજબ, 2023 સુધીમાં દેશમાં ગુજરાત રાજ્ય પર કુલ 4,21,118 કરોડનું દેવું નોંધાયું હતું. વિધાનસભામાં આંકડા રજૂ થયા બાદ શૈલેષ પરમારે ગુજરાત સરકાર પાસે આ વિગતોને વધુ સ્પષ્ટ કરવા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે.
ગુજરાત સરકારના આ નાણાકીય દૃશ્યપટને લઇને અનેક રાજકીય પક્ષો અને નાગરિકો ચિંતિત છે. રાજ્યના વધતા દેવા અને વ્યાજના ભારનો ભોગ આગામી સમયમાં દેશના નાગરિકોને બનવુ પડી શકે છે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકારના ફાલતુ ખર્ચા પણ રાજ્યનું દેવુ વધવા માટે જવાબદાર મનાય છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ત્યારથી જ રાજ્ય સરકારની ઈવેન્ટબાજી પર સતત સવાલો ઉઠતા રહ્યાં છે. રાજ્યનું દેવુ વધવા માટે આ પણ એક મુખ્ય કારણ છે.












Click it and Unblock the Notifications
