keyboard_backspace

ગુજરાતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો બીજીવાર પાણી નહિ માંગો, જાણી લો નિયમો

માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયા મુજબ ગયા વર્ષે 40%થી વધુ અકસ્માત ટ્રાફિક નિયમોનું પાલન ના થતું હોવાના કારણે થયા હતા.

Google Oneindia Gujarati News

માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયા મુજબ ગયા વર્ષે 40%થી વધુ અકસ્માત ટ્રાફિક નિયમોનું પાલન ના થતું હોવાના કારણે થયા હતા. નોંધનીય છે કે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારા મોટાભાગના લોકો 18-35 વર્ષની ઉંમરના હતા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ જાહેર કરેલા રિપોર્ટ મુજબ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મોટરસાઈકલ ચલાવનાર કરતાં તેની પાછળ બેસેલા શખ્સનો મૃત્યુદર વધુ છે. જ્યારે ગુજરાત મોડલની આખા દેશમાં ચર્ચા થઈ રહી હોય ત્યારે ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન ના થતું હોય તે શર્મજનક બાબત ગણાય. દરેક નાગરિકોએ પોતાની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ જોઈએ.

traffic rules

ગુજરાતમાં ફોર વ્હીલર ચલાવતી વખતે આ નિયમો ધ્યાનમાં રાખવા

  • કેફી દ્રવ્ય પીને વાહન ચલાવવા પર પ્રતિબંધ છે. આવા કેસમાં દંડની સાથે જેલનું પણ પ્રાવધાન છે.
  • જરૂરી ના હોય ત્યાં સુધી ચાલુ ડ્રાઈવિંગે ફોન પર વાત ના કરવી, શક્ય હોય તો ગાડી સાઈડમાં પાર્ક કરીને જ ફોન પર વાત કરવી.
  • સિગ્નલ તોડવું દડનીય અપરાધ છે.
  • પાર્કિંગની યોગ્ય જગ્યાએ જ વાહન પાર્ક કરવું
  • ડ્રાઈવિંગ કરતી વખતે હંમેશા સીટ બેલ્ટ પહેરી રાખવો.

ટૂ વ્હિલર ચલાવતી વખતે આ નિયમો પાળવા

સ્પીડ લિમિટ અનુસરવી, વધુ સ્પીડમાં ગાડી હંકારશો તો દંડ થશે. રેસ કરવા પર પ્રતિબંધ છે. ટૂ વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલમેટ પહેરી રાખવો, હેલમેટ નહિ પહેર્યો હોય તો દંડ થઈ શકે છે, અને માત્ર તમે જ નહિ તમારી પાછળ બેસેલા વ્યક્તિએ પણ હેલમેટ પહેરવો જોઈએ. જો તમારું વાહન રસ્તા પર ચલાવવા માટે અયોગ્ય જણાય તો તમને વધુ દંડ થઈ શકે છે, તેથી તમારા વાહનની PUC કરાવવી ખુબ જરૂરી છે. બાઈક પર ત્રિપલ સવારી પર પ્રતિબંધ છે.

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરવા પર કેટલો દંડ થશે? જાણો

ટ્રાફિક નિયમનો ભંગ દંડ
હેલ્મેટ વિના ટૂ વ્હિલર ચલાવવું 1000
સીટ બેલ્ટ પહેર્યા વિના ફોર વ્હીલર ચલાવવું 500
વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરી પહેલીવાર 500, પછી 1000
રોન્ગ સાઈડ પર ટૂ વ્હીલર ચલાવવું 1500
રોન્ગ સાઈડ પર લાઈટ મોટર વ્હીકલ ચલાવવું 3000
રોન્ગ સાઈડ પર હેવી વ્હીકલ ચલાવવું પહેલીવાર 5000 પછી 10000
ડ્રાઈવિંગ લાઈસન્સ વિના સ્કૂટી/ બાઈક ચલાવવી 1000
ડ્રાઈવિંગ લાઈસન્સ વિના થ્રી વ્હીલર ચલાવવું 2000
ડ્રાઈવિંગ લાઈસન્સ વિના ફોર વ્હીલર ચલાવવું 3000
ડ્રાઈવિંગ લાઈસન્સ વિના હેવી વ્હીકલ ચલાવવું 5000
એમ્બ્યુલન્સનો રસ્તો રોકવો 1000
નિયત પ્રદૂષણના ધોરણોમાં ભંગ 1000 ટૂ વ્હીલર માટે અને 3000 અન્ય વાહનો માટે
કેફી પીણું પીને ચલાવવું 10000 દંડ/ 6 મહિના જેલ
બીજી વખત કેફી પીણું પીને વાહન ચલાવતા ઝડપાય તો 15000નો દંડ અને 2 વર્ષ જેલ
સગીર વાહન ચલાવતો ઝડપાય 25000 દંડ અને 3 વર્ષની જેલ, વાહન 1 વર્ષ માટે જપ્ત.
ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો 1000થી 5000 દંડ અને 6 મહિનાથી 1 વર્ષની જેલ

આ પણ વાંચો-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી ભેટ, GSRTC 1000 નવી બસ ખરીદશેમુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી ભેટ, GSRTC 1000 નવી બસ ખરીદશે

English summary
Gujarat Traffic Fines, Rules & Violations in Gujarati
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X