For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીર સેન્ચ્યુરીને બેસ્ટ વાઇલ્ડ લાઇફ સ્થળનો સિલ્વર કેટેગરીનો એવૉર્ડ

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા,પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજય બહાર પ્રવાસન નિગમ હસ્તક ‘ટુરિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરો’

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા,પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજય બહાર પ્રવાસન નિગમ હસ્તક 'ટુરિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરો'-પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જે હેઠળ કુલ ૩૪ જગ્યાએ આ પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

LION

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્યમંત્રીની મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. જે અતર્ગત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર,તાપી અને વલસાડ ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત રાજ્ય બહાર અયોધ્યા, વારાણસી, દેહરાદુન, ચંદીગઢ, નાગપુર, ઇન્દોર અને ભુવનેશ્વર ખાતે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા સાત પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનો ગૌરવ સમાન એશિયાટીક લાયનની સાસણગીર સેન્ચ્યુરીને આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા "બેસ્ટ વાઈલ્ડ લાઈફ સ્થળ" અતર્ગત વર્ષ-૨૦૨૨નો સિલ્વર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

English summary
Gujarat travel information centers will be started in 7 cities outside the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X