ગુજરાત : અમરેલી પાસે શેત્રુંજી નદીમાં ટ્રક ખાબકી, 12નાં મોત
અમરેલી, 6 ડિસેમ્બર : ગુજરાતના અમરેલી જિલ્લાના ગવાડકા ગામ પાસેથી વહેતી શેત્રુંજી નદીના પુલ પાસેથી પસાર થઈ રહેલી આઈશર ટ્રક નદીના પટમાં પલ્ટી ખાઈ જતા અંદાજે તેમાં સવાર અંદાજે 12 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

માનવામાં આવે છે કે ડ્રાઇવરે ટ્રક પરનો કાબૂ ગુમાવી દેતા આ ઘટના બની હતી. દુર્ઘટના અંગે જાણ થતા ગામવાસીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ટ્રકમાં સવાર લોકો ઘર બદલીને સરસામાન સાથે જઈ રહ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ટ્રક પલટી ખાઈ છે એ સ્થળે ટ્રકમાં ભરેલો સામાન વેર વિખેર જોવા મળ્યો. દુર્ઘટનામાં કેટલાકને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલો છે. મોટા ભાગના લોકો સામાન્ય મજુર હોવાનું જાણવા મળે છે.












Click it and Unblock the Notifications
