For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : વડોદરામાં કાકાએ 3 વર્ષની ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો

|
Google Oneindia Gujarati News

વડોદરા, 20 ઓગસ્ટ : ગુજરાતમાં એક તરફ મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી ચાલી રહી છે, બીજી તરફ પોરબંદર પોલીસે મહિલાઓને ઘરની બહાર નીકળતા સમયે કેવા કપડાં પહેરવા જોઇએ તેની સલાહ-સૂચના આપી છે. આવા સમયે વડોદરા શહેરના પરાં વિસ્તારમાં માત્ર ત્રણ વર્ષની એક બાળકી પર તેના સગા કાકાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી છે.

આ ઘટના અંગે વડોદરા પરાં વિસ્તારમાં આવતા જવાહરનગર પોલીસ મથકના નિરીક્ષક પી એમ વસાવાએ જણાવ્યું કે 'આ ઘટના સોમવારે રાત્રે ઘટી છે. આ ઘટનાની જાણ મંગળવારે સવારે થઇ હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકીના પિતાએ જોયું કે બાળકીને બેસવામાં તકલીફ પડી રહી છે. તેને શા માટે તકલીફ પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કરતા આ બાબત બહાર આવી હતી.'

rape-1

પિતાએ આ બાબતે જ્યારે બાળકીને કારણ પૂછ્યું તો તેણે ગુપ્તાંગ અને પેટમાં દુ:ખાવો થઇ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ માતાએ તેને આ બાબતમાં પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ સમગ્ર હકીકત વર્ણવી હતી. બાળકીને મેડિકલ તપાસ બાદ ઇલાજ માટે સરકારી એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસે બાળકીના કાકા સંજય બી યાદવ (30 વર્ષ)ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સંજય યાદવ ફરાર થઇ ગયો છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી છે. પોલીસ ફરિયાદ અનુસાર બાળકી સાથે સોમવારે રાત્રે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકીને ઘર પાસે છોડીને આરોપી ફરાર થઇ ગયો હતો.

English summary
Gujarat : Uncle raped 3 year old girl in vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X