આર્મીના સમ્માનમાં ગુજરાત યુનિવર્સિટી કરાવશે મેગા મેરેથોન, 12,000 છાત્રો થશે શામેલ
ભારતીય સેનાના સમ્માન માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલી વાર મેરેથોન આયોજિત કરવામાં આવશે.
ભારતીય સેનાના સમ્માન માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલી વાર મેરેથોન આયોજિત કરવામાં આવશે. જેમાં 27 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના એક દિવસ બાદ લગભગ 12,000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ આયોજન માતૃભૂમિની રક્ષા કરતા બહાદૂર ભારતીય સૈનિકોના જવાનોના સમ્માન માટે રાખવામાં આવ્યુ છે. 23 નવેમ્બર, 1949ના રોજ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના બાદ યુનિવર્સિટી સ્તર પર પહેલી વાર મેગા મેરેથોન રાખવામાં આવી છે.

આ યુનિવર્સિટીઓના છાત્રો થશે શામેલ
ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ આ મેગા મેરેથોનમાં જીએલએસ, અમદાવાદ, ગુજરાત ટેકનોલોજી અને નિરમા યુનિવર્સિટી સહિત અન્ય કોલેજોના છાત્રો ભાગ લઈ રહ્યા છે. આ મેરેથોન 27 જાન્યુઆરીએ સવારે ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ સિટીમાંથી રવાના થઈ 132 ફૂટના રિંગ રોડથી ગુજરાત યુનિવર્સિટી પાછી આવશે.

યુનિવર્સિટીની સ્થાપનાને 68-69 વર્ષ થઈ ગયા
ડૉ.હિમાંશુ પંડ્યા કે જે આ યુનિવર્સિટીના કુલપતિ છે તેમનું કહેવુ છે કે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાને 68-69 વર્ષ થઈ ગયા છે પરંતુ યુનિવર્સિટીમાં હજુ સુધી મેગા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ નથી. આ મેરેથોન ભારતીય સૈનિકોને સમ્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવી છે.

4 હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા
ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ કે આ મેરેથોન માટે રજિસ્ટ્રેશનને સારી પ્રતિક્રિયા મળી રહી છે અને 4000થી વધુ છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. લગભગ 12,000 છાત્રો ભાગ લેવાની અપેક્ષા છે. ગુજરાત યુનિવર્સિટીના એક સંયોજક પંકજ શુક્લાનું કહેવુ છે કે સૈનિકોને સમ્માનની ભાવના બતાવવા માટે રન વિધ સોલ્જર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. 5,10, 21 કિમી મેરેથોન રાખવામાં આવી છે. 17 થી 60 વર્ષ કે તેનાથી વધુ વયના લોકો ભાગ લઈ શકે છે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે તમે આ લિંક પર રજિસ્ટ્રેશન કરી શકો છો.












Click it and Unblock the Notifications
