Gujarat unseasonal rain alert: ગરમી વચ્ચે આંધી-તોફાન અને વરસાદ માટે તૈયાર થઈ જાવ, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat unseasonal rain alert : ગુજરાતમાં તાપમાન સતત વધતા લોકો ગરમીથી પરેશાન થઈ ચૂક્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં પારો 44-45 ડિગ્રી આસપાસ પહોંચી રહ્યો છે.
રાજકોટમાં 44.9 ડિગ્રી અને અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ પરિસ્થિતિમાં હવે એક રાહતદાયક સમાચાર આવ્યા છે. હવામાનમાં પલટાની શક્યતા જણાઈ રહી છે અને કેટલીક જગાઓએ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં સતત હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો અનુસાર હવે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 એપ્રિલથી 8 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળશે.
અહીં એ પણ મહત્વપૂર્ણ છે કે ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે. જો આ પરિસ્થિતિ વકરે તો આ ચક્રવાતનું રૂપ લઈ શકે છે અને ગુજરાતના તટિય વિસ્તારમાં તેની અસર થઈ શકે છે.
માવઠાની સંભાવના વચ્ચે ખેડૂતો માટે વિશેષ સૂચના આપવામાં આવી રહી છે. કમોસમી વરસાદના પગલે પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોને પોતાની ખેતી સંબંધી પ્રવૃત્તિઓમાં સાવચેતી રાખવી જરૂરી છે.
ગુજરાતમાં તાપમાન ભલે 45 ડિગ્રી નજીક પહોંચી ગયું હોય પરંતુ હવે માવઠા અને આંધી તોફાનથી વાતાવરણમાં બદલાવની શક્યતા છે. ખેડૂતોથી લઈને સામાન્ય નાગરિક સુધી સૌએ આગામી દિવસોમાં હવામાનની અસર માટે સજાગ રહેવું જરૂરી બન્યું છે.












Click it and Unblock the Notifications
