For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ ધર્મશાલાની દિવાલ પડવાથી પિતા-પુત્ર સહિત 3ના મોત, 2 ઘાયલ

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રવિવારે એક ધર્મશાલા (સરાય)ની દિવાલ પડી જતા કાટમાળ નીચે દબાઈને ત્રણ મજૂરોના મોત થઈ ગયા જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રવિવારે એક ધર્મશાલા (સરાય)ની દિવાલ પડી જતા કાટમાળ નીચે દબાઈને ત્રણ મજૂરોના મોત થઈ ગયા જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ઘટના સવારેલગભગ 9 વાગે થઈ જ્યારે પાંચ મજૂર એક જૂની ઈમારત પાડી રહ્યા હતા. અરિસા ભવન જૈન ધર્મશાલા તળેટી રોડ પર સ્થિત હતી. માહિતી અનુસાર આ દૂર્ઘટના રવિવારે સવારે થઈ. ધર્મશાલાની ઈમારત જૂની હોવાના કારણે તેને તોડવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ હતુ. આ દરમિયાન એક દિવાલ રવિવારે સવારે અચાનક ધરાશાયી થઈ ગઈ જેમાં પિતા-પુત્ર સહિત આઠ મજૂર દબાઈ ગયા હતા.

death

પોલિસે જણાવ્યુ કે અરિસા ભવન નામની જૂની ઈમારતને આજે સવારે પાડવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈમારતની દિવાલ અચાનક ધરાશાયી થઈ જતા ત્યાં કામ કરી રહેલા પાંચ મજૂર દિવાલના કાટમાળ નીચે દબાઈને ઘાયલ થઈ ગયા. ઘાયલ અવસ્થામાં પાંચેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં ઈલાદ દરમિયાન બે મજૂરોના મોત થઈ ગયા. મૃતકની ઓળખ ફારુક ડેરૈયા(55), તેમના પુત્ર તોસીફ(35) તરીકે થઈ. પોલિસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જે ઈમારત પડી છે એ 100 વર્ષ જૂની હતી. જે સમયે ઈમારત પડી તે સમયે ત્યાં કામ કરી રહેલા 5 મજૂર તેની ચપેટમાં આવી ગયા. ઘટના બાદ આસપાસના લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યુ અને કાટમાળમાં દબાયેલા બધા મજૂરોને બહાર કાઢ્યા. બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે ત્રીજાએ દમ તોડી દીધો.

<br>આ પણ વાંચોઃ Jharkhand Election Result 2019 Live: ટૂંક સમયમાં જ જાહેર થશે ઝારખંડની ચૂંટણીના પરિણામો
આ પણ વાંચોઃ Jharkhand Election Result 2019 Live: ટૂંક સમયમાં જ જાહેર થશે ઝારખંડની ચૂંટણીના પરિણામો

English summary
Gujarat: wall collapse in Dharmashala, Bhavnagar, 3 labourers die
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X