Gujarat Weather Alert : ગરમી, વરસાદ અને વાવાઝોડુ બધુ એક સાથે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ખાસ કરીને મધ્ય ગુજરાતના શહેરોમાં તાપમાન 10મી એપ્રિલ સુધીમાં 43 ડિગ્રીથી ઉપર જઈ શકે છે.

આગાહી અનુસાર, મધ્ય ગુજરાતમાં વડોદરા, નડિયાદ અને આણંદમાં તાપમાન વધુ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રીની આસપાસ રહેશે.
આ સિવાય કચ્છની વાત કરીએ તો અહીં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ અને અમરેલીમાં ભારે ગરમી અનુભવાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલની શરૂઆતમાં આંધી, વંટોળ અને માવઠું જોવા મળી શકે છે. 28, 29 અને 30 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 10-15 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ વિસ્તારોમાં પવનની ગતિ 40 કિમી સુધી પહોંચી શકે છે.
બંગાળની ખાડીમાં હળવા પ્રકારનું સીઝનનું પ્રથમ વાવાઝોડું ઉદ્ભવશે, જે હવામાનમાં વધુ ફેરફાર લાવશે. અરબ સાગરમાં ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે.
તાપમાનના વધારા અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને લોકો ખાસ સાવચેતી રાખે અને ગરમીથી બચવા જરૂરી પગલાં ભરે, તેવી નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
